Satya Tv News

સુરત પોલીસે એક ભયાનક હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 44 વર્ષીય સંજય પટેલની તેની પત્ની ધર્મિષ્ઠાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. સંજયે તેની પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હતો. જેના કારણે સંજયે પત્નીની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધર્મિષ્ઠાનો મૃતદેહ 2 જુલાઈના રોજ ભનોદરા ગામમાં એક ડ્રમમાં રાખેલો મળી આવ્યો હતો. ધર્મિષ્ઠાના મૃતદેહની સાથે ડ્રમમાં કોંક્રિટ ભરવામાં આવ્યો હતો. ડ્રમ પર મળી આવેલા બેચ નંબરના આધારે પોલીસ હત્યારા સંજય સુધી પહોંચી શકી હતી.

સુરત ડીસીપી રાજેશ પરમારે કહ્યું હતું કે મહિલાનો મૃતદેહ નિર્જન સ્થળે ડ્રમમાં બંધ હાલતમાં મળી આવ્યો હતો. લાશ સડી ગયેલી હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. ડ્રમ પર GACL કંપનીનું નામ અને બેચ નંબર હતો. અમે કંપનીનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે તેઓએ ડ્રમ કોને વેચ્યા હતા. કંપનીએ જેને ડ્રમ વેચ્યા હતા તેણે જણાવ્યું કે તેણે ડ્રમમાં રાખેલા કેમિકલનો ઉપયોગ કર્યા બાદ તેને ભંગારના વેપારીને વેચી માર્યું હતું. ત્યારબાદ ભંગારના વેપારીએ અમને સંજય પટેલની જાણકારી આપી હતી

error: