રાયગઢ જિલ્લામાં એક 27 વર્ષીય આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આદિવાસી મહિલા પર આઠ પુરુષો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પુસૌર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં સોમવારે પીડિતા રક્ષાબંધનનો તહેવાર મનાવીને સ્થાનિક મેળામાં જઈ રહી હતી તે સમયે બની.
મહિલા સોમવારે સ્થાનિક મેળામાં ગઈ હતી. જ્યાં તે એક આરોપીન ઓળખતી હતી. બંને જણાએ મેળામાં જવા સ્થાનિક બજારમાં મળવાનું નક્કી કર્યું. તે મુખ્ય આરોપીને મળી તો તેની સાથે બીજા લોકો પણ હતા. મહિલાના કહેવા પ્રમાણે, મુખ્ય આરોપી સાથે રહેલા આઠ શખ્સોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ આરોપીએ મહિલાને ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. બિલાસપુર રેન્જ આઈજીએ જણાવ્યું કે, મંગળવાર રાત સુધી છ લોકોની ધરપકડ કરી હતી. બે આરોપીઓ હજુ ફરાર છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો વિશે જાણવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.