Satya Tv News

ભાવનગર: શહેરના બોરડીગેટ વિસ્તારમાં ગાળો દીધાની શંકામાં એક યુવાનને માર મારી લૂંટ ચલાવી યુવક અને તેના મિત્રોને સાળા-બનેવી, ભાઈ, બે બહેન સહિત નવ જણે જાનથી મારી નાંખવાની ગર્ભિત ધમકી આપવામાં આવી હતી.

ઘટનાની મળતી વિગત મુજબ શહેરના ઉત્તર કૃષ્ણનગર, બોરડીગેટ, મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા રાજભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૩) અને તેમના મિત્રો રાજુભાઈ નાનજીભાઈ, રવિભાઈ રમેશભાઈ, વિજયભાઈ નાનજીભાઈ, હિતેષભાઈ મકવાણા સહિતનાઓ ગત તા.૨૭-૮ની શરૂ રાત્રિના સમયે ઘર પાસે બેઠી મસ્તી કરતા હતા. ત્યારે સામેના ભાગે મિત્રો સાથે બેઠેલો સુમિત જયેશભાઈ રાઠોડ નામના શખ્સને ગાળો દીધી હોય, તેવું લાગતા તેણે આવી રાજભાઈ મકવાણાનો કાઠલો પકડી તેના મિત્રો પ્રકાશ નાનજીભાઈ, જગદીશ પરશોત્તમભાઈ અને ઓમિક પ્રકાશભાઈને બોલાવી ગાળો દઈ ઢીકાપાટુંનો માર માર્યો હતો. ત્યારબાદ પ્રકાશનો સાળો, બનેવી, જોન્ટી મોહનભાઈ વાઘેલા, પ્રકાશ નાનજીની બહેનોએ આવી ‘અમારા સગા સાથે ઝઘડો કરે છે’ તેમ કહીં રાજભાઈને લાફાના ઝીંકી તેમના મિત્રોને ગાળો દઈ ‘તમે બધા કેમ આ વિસ્તારમાં વાઈડાય કરો છો, અમારા સગા સાથે કેમ ઝઘડો કરો છો ?’ તેમ કહીં યુવક અને તેના મિત્રોને અમારા સગા સાથે ઝઘડો કરશો તો તમને જીવતા રહેવા નહીં દઈએ તેવી ગર્ભિત ધમકી આપી હતી. આ ઝપાઝપીમાં રાજભાઈ મકવાણાએ પહેરેલ સોનાના ચેનની કોઈ શખ્સે લૂંટ ચલાવી હતી.

error: