Skip to main content

Satya Tv News

હાલમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે પતિ રવિન્દ્ર જાડેજાએ પણ નામ નોંધાવ્યું છે.ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે.રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી હતી.રવિન્દ્ર જાડેજાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ગ્રહણ કર્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની સાથે ભાજપના અનેક કાર્યક્રમોમાં પણ જોવા મળી ચૂક્યા છે.હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, શું રવિન્દ્ર જાડેજા રાજકારણમાં એન્ટ્રી કરશે. આના પર ક્રિકેટરે કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરી નથી,રવિન્દ્ર જાડેજા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો સૌથી સફળ બોલર છે. જાડેજાએ 10 મેચ રમી છે જેમાં કુલ 16 વિકેટ લીધી છે. હાલમાં રમાય રહેલી દુલીપ ટ્રોફીમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા રમતા જોવા મળશે નહિ.

error: