બી.આર. ટી.બસ કાળમુખી ફરી એકવાર બની હોય તે રીતે શ્રમિક પરિવારના દીકરાને કોળિયો બનાવ્યો હતો. અણુવ્રત દ્વાર નજીક બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોના ટોળા એકઠાં થવા લાગ્યા હતાં. જેથી બસને ઘટના સ્થળે જ મૂકીને બસ ચાલક નાસી ગયો હતો. બીજી તરફ અકસ્માતનો વેસુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મૃતકના પિતા દીપકએ કહ્યું કે, મારો રૂદ્ર છ વર્ષનો હતો. તે બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન બીઆરટીએસ બસ આવીને મારા દીકરાને કચડી નાખ્યો હતો. બસનો ડ્રાઈવર ત્યાં બસ મૂકીને નાસી ગયો હતો. અમે તાત્કાલિક તેને લઈને હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. તબીબોએ ગંભીર હાલત બતાવી હતી. બાદમાં સારવાર ચાલું હતું. પરંતુ અચાનક તેનું મોત થયું હતું. ત્રણ સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે. રૂદ્ર વચેટ હતો.