Satya Tv News

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઇડીસી પોલીસે ચાર આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે

સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ 16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી. પૂછપરછમાં એમડી ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં રેડ કરી હતી.કંપનીમાં સર્ચ દરમિયાન ૧૪૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું જયારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગનું રો મટીરીયલ મળ્યું હતું જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલવામાં આવ્યુ હતું. આ મામલામાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ,વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: