Satya Tv News

https://www.instagram.com/reel/DCTiWiDgu7j/?utm_source=ig_web_copy_link

આમોદ નગરમાં વીજ કંપની ગંભીર બેદરકારી આવી સામે આવી છે.જેમાં વીજ કંપનીનો વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ હતી. પરિવારજનો વીજ કંપની હાય હાય બોલાવી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી હતી.

આમોદ નગરના શાંતિનગરમાં રહેતા નવ વર્ષીય વિષ્ણુ ખોડાભાઈ વસાવા નામનો બાળક બકરાં ચરાવવા માટે ગયો હતો. આ સમયે તે ખેતરમાં નહેરના રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે ત્યાંથી પસાર થતી વીજ કંપનીનો વીજ વાયર લગભગ ત્રણથી ચારથી ફૂટ નીચે આવી ગયો હોય વિષ્ણુ વસાવાનો હાથ વીજ વાયરને અડી જતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.વીજ કરંટ લાગતા જ છોકરાએ બુમાબુમ કરતા ત્યાં પશુઓ ચરાવતા રાજુ ભરવાડે તેને જોતા જ તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગ વડે વીજ તાર સાથે ચોંટેલા છોકરાને છૂટો કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો.

જોકે આ ઘટનામાં વિષ્ણુ હાથ અને બગલના ભાગે ગંભીર રીતે દાજી ગયો હોય તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અંગે ખસેડવામાં આવ્યો હતો.આ બાબતે બાળકના દાદી સોમીબેને આમોદ વીજ કંપની દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીઇબીની રહેશે વધુમાં તેઓએ બાળકના ગંભીર ઇજાઓ પહોંચતા સરકાર પાસે વળતર મળે તેની પણ માંગણી કરી હતી.આ સમયે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વીજ કંપનીની હાય હાય બોલાવી હતી.

error: