Satya Tv News

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામનો પરિવાર સજોદ ગામે લગ્ન પ્રસંગે ગયો હતો અને તેઓ સ્ટેશન પર સી.એન.જી. રીફીલ કરાવવા જતા સમયે આગ ફાટી નીકળી હતી. જોકે સી.એનજી. સ્ટેશન પર ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય સમગ્ર કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. સમય સુચકતા વાપરી પરિવાર નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.

error: