Satya Tv News

27 નવેમ્બર અને બુધવારે સોના અને ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર બુધવારે સોનાની કિંમત 75,690 રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે ચાંદીનો ભાવ 88,463 રૂપિયા પ્રતિ કિલો પર આવ્યો હતો.

ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સવારે સોનું 545 રૂપિયાની તેજી સાથે 75,756 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જે કાલે 75,211 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 350 રૂપિયાની તેજી સાથે 88,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 88,600 રૂપિયાના ભાવે બંધ થઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 453 રૂપિયા ઉછળીને 76,143 રૂપિયા પર પહોંચ્યું છે. કાલે તે 75,690 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 435 રૂપિયા વધીને 88,898 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. જે કાલે 88,463 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: