મૃતક પરમેશ્વરદાસે વર્ષો પહેલા પોતાના સાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો. સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન થયું હતું. જો કે, આ સંબંધમાં તિરાડ ત્યારે પડી જ્યારે દસ વર્ષ પહેલા સાગરદાસે પરમેશ્વરદાસના ઘરમાંથી રૂપિયા 25,000ની ચોરી કરી. આ ઘટનાને કારણે પરમેશ્વરદાસે સાગરદાસને પરત મોકલી દીધો હતો.ત્રણ દિવસ અગાઉ સાગરદાસ સુરત પરત આવ્યો અને પોતાના દત્તક પિતાના ઘરે પહોંચ્યો. બંનેએ સાથે જમવાનું લીધું અને બપોર સુધી સાથમાં રહ્યા, પરંતુ સાગરદાસના મનમાં કઈક કૂટનીતિ ચાલતી હતી. બપોર પછી, સાગરદાસે પરમેશ્વરદાસના ઘરમાં રાખેલા બોક્સમાંથી 90 હજાર રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પરમેશ્વરદાસને જ્યારે આ બાબત જાણ થઈ, ત્યારે બંને વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો. વિવાદની વચ્ચે સાગરદાસે ઘરમાં રાખેલા દુપટ્ટા વડે પોતાના દત્તક પિતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા. હત્યા કર્યા બાદ સાગરદાસ ચોરાયેલા 90 હજાર રૂપિયાની રકમ સાથે તરતજ ફ્લાઇટ દ્વારા કોલકાતા નાસી ગયો. તે પોતાનો ગુનો છુપાવવા માટે નવી કાવતરા રચતો રહ્યો.