Satya Tv News

અંકલેશ્વરના જુના દિવા ગામના શામજી ફળિયામાં રહેતા શૈલેષ કાલિદાસ વસાવાએ ગત તારીખ-30મી નવેમ્બરના રોજ પોતાની બાઈક લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કેમ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. જેઓએ પોતાની બાઈક કંપનીની બહાર પાર્કિગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ મૂળ મહેસાણા અને હાલ ગોયા બજારમાં રહેતો કલ્પેશ લીલાભાઈ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: