Skip to main content

Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇક્કો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે. બંને બુટલેગરો ઇક્કો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઈસમો ફરાર થઇ ગયા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 1.64 લાખનો દારૂ અને ઇક્કો સહીત મોપેડ મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: