રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. સાવ ખોટો કેસ થયાની ડીજીપીને અરજી મળ્યા બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં મોટો ધડાકો થયો હતો. મોરબીના ટંકારાના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત નબીરાઓને ખોટા કેસમાં પડાવી 63 લાખ પડાવી લેવાયા હતા. માર નહીં મારવાના, લોકઅપમાં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે રૂપિયા પડાવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો છે. લાખોની લાંચ લેનાર પી.આઈ ગોહિલ સસ્પેન્ડ બાદ લાપતા થયા છે. તો રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહની શોધખોળ ચાલુ છે. રાજ્યના પોલીસ તંત્રના ઈતિહાસમાં 63 લાખનો તોડ થયાની તપાસ બાદ ફરિયાદ દાખલ કર્યાનો પ્રથમ બનાવ બન્યો છે.
17 ઓક્ટબરે કમ્ફર્ટ હોટલ પર રેડ કરવામા આવી હતી. મોરબી જિલ્લામાં લજાઈ નજીક હોટલમાં થયેલ રેડ બાદ એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ તપાસ માટે પહોંચી હતી. હોટલમાં જુગારની રેડ કરવા ગયેલા ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ કરાયા હતા. પીઆઇ વાય કે ગોહિલની અરવલ્લી જિલ્લામાં અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જિલ્લામાં બદલી કરાઈહતી.