સોનાના ભાવમાં સતત ચાલી રહેલી તેજીને હવે જાણે બ્રેક લાગી હોય તેવું લાગે છે. શનિવારે સોનાના ભાવમાં 550 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો છે. 22 કેરેટવાળા સોનાના ભાવ 73000 રૂપિયાની નીચે આવી ગયા છે. 24 કેરેટ સોનાના ભાવ દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં 79000 રૂપિયાની આસપાસ જોવા મળ્યા છે. 24 કેરેટ સોનાની કાલની સરખામણીમાં 500 રૂપિયા સુધી સોનું સસ્તુ થયું છે. જ્યારે મુંબઈ, ચેન્નાઈ, બિહારમાં સોનાના ભાવ 72300 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. દેશમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 93500 રૂપિયાની આસપાસ જોવા મળ્યો છે. જે કાલની સરખામણીમાં આજના ભાવમાં 3000 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો છે. કાલે ચાંદીનો ભાવ 96500 રૂપિયા પર હતો.
સોનાના ભાવ
શહેર 22 કેરેટ 24 કેરેટ
દિલ્હી 72450 79020
નોઈડા 72450 79020
ગાઝિયાબાદ 72450 79020
જયપુર 72450 79020
ગુડગાંવ 72450 79020
લખનઉ 72450 79020
મુંબઈ 72300 78870
કોલકાતા 72300 78870
પટણા 72350 78920
અમદાવાદ 72350 78920
ભુવનેશ્વર 72300 78870
બેંગલુરુ 72300 78870