Satya Tv News

ભરૂચ LCBએ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને જીતાલી ગામની નવી નગરીમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBના PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી પોતાના ઘરે હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને જીતાલી ગામની નવી નગરીમાં રહેતો ફ્રાંન્સીસ ઉર્ફે ફનો ઝેમ્સ વસાવાને ઝડપી પાડી અંક્લેશ્વર GIDC પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: