૧૨ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા
સાદગી થી લગ્ન કરવા ઉપસ્થિત લોકોને અવગત કરવામાં આવ્યા
ભરૂચ ના ઝંઘાર ગામે મિસ્બાહી મિશન દ્વારા મુસ્લિમ સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં ૧૨ જેટલા યુગલો લગ્નના બંધનમાં જોડાઈ નવા જીવન ની શરૂઆત કરી હતી.ઉપસ્થિત ધાર્મિક બુદ્ધિજીવીઓએ સાદગી થી લગ્ન કરવા પર ભાર મુક્યો હતો.
ભરૂચના ઝંઘાર સ્થિત મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ તેમજ સમસ્ત જંગાર ગામ પરિવાર દ્વારા હઝરત સૈયદ હાફિઝ અહમદ કબિરુદ્દીન(ર.હે) ના રૂહાની ફૈઝાન થી સંસ્થાના અગ્રણી યુનુસ મિસ્બાહીની આગેવાનીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો.સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીતી-રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.આ પ્રસંગે જામિયા મુઇનીય્યહ અઝહરૂલ ઉલૂમ ભરૂચ ના મૌલાના અલ્તાફ મિસ્બાહીએ સમાજ ને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દુર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો.તેમજ નવ યુગલો ને નમાઝ તથા કુરાન ની તિલાવત ની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી ત્યાર બાદ હઝરત સૈયદ અસગર અલી બાવાએ નિકાહ કેમ જરૂરી છે એના ઉપર ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપી હતી.
સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓને સાદાતે કિરામ તથા ઉલ્માંએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી.આ તબક્કે અતિથિ વિશેષ અતિથિ તરીકે ટંકારીયાના હઝરત સૈયદ એહમદ પાટણવાલા બાવા,હઝરત સૈયદ રિઝવાન બાવા,હઝરત મુફ્તી મોહસીન મિસ્બાહી,હઝરત મુફ્તી સલીમ મિસ્બાહી, ઝંઘાર ના હઝરત મૌલાના મુસા અશરફી અને મિસ્બાહી મિશન ભરૂચના જવાબદાર ઇબ્રાહિમભાઈ વટાણીયા અને વિદેશથી આવેલા ઝંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા.સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા મિસ્બાહી મિશન ઝંગાર બ્રાન્ચના સર્વે યુવાનો,હાઈસ્કૂલના શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી હતી.
ઝફર ગડીમલ,સત્યા ટિવી- વાગરા