સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવક નવાજખાન પઠાણનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ ના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, નવાજખાન પઠાણએ વધુ માત્રામાં એમડી ડ્રગ્સ લીધા હતા, જેના પરિણામે તેની જિંદગી ગુમાવી છે આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી છે, અને કેસની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળવા પછી મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.આ બનાવને લઈને સ્થાનિકો અને પરિવારજનોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે, અને ડ્રગ્સના ગેરકાયદે ઉપયોગને લઈને વિસ્તૃત તપાસ કરવાની જરૂરિયાત પેદા થઈ છે.