મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજૂરી કામ કરે છે. ત્યારે તેમની નવ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી લેતાં તેની તબિયત લથડી હતી. જેથી સવાભાઇ તેણે સરકારી હોસ્પિટલ લઇને દોડ્યા હતા. જ્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ટૂંકી સારવાર બાદ 9 વર્ષીય બાળીકનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ હોસ્પિટલ દ્વારા મોરબી પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બનાવની નોંધ કરી વધુ તજવીજ હાથ ધરી હતી. જોકે બાળકી ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.