રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીને મોત મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલમાં નવો ગેટ બની રહ્યો છે, આ ગેટના પિલ્લરના ઉંડા ખાડામાં દર્દી પડી ગયા હતા. દર્દી પેટ સંબધી સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. જોકે તેઓ વહેલી સવારે વોર્ડમાંથી નીચે લટાર મારવા નિકળ્યા હતા. તે દરમિયાન તેઓ આ ખાડામાં પડી ગયા હતા.મૃતક દર્દીના ભાઈએ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે જ આ ઘટના સર્જાઈ છે. તેમણે એમ પણ કહ્યં કે જો આ સ્થળ પર સિક્યુરિટી ગાર્ડ રાખશે નહીં તો આ પ્રકારની દુર્ઘટના સર્જાતી રહેશે.