Satya Tv News

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા નજીકના શ્રીજિધામ સોસાયટીમાં નિવૃત્ત એરફોર્સ જવાનો હરવિંદર શર્મા અને તેની પત્ની નીલમ વચ્ચે મિલકતને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે બપોરે, નીલમ અને તેના સિક્યુરિટી ગાર્ડે પતિના ઘરના દરવાજા પર પહોંચતા, ફાયરિંગની ઘટના બની હતી પતિ હરવિંદરે પોતાની રાઈફલમાંથી ફાયરિંગ કરવાંથી નીલમ, સિક્યુરિટી ગાર્ડ અને તાળું તોડવા આવેલા એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાં, માંજલપુર પોલીસ અને એસીપી પ્રણવ કટારીયાએ સ્થળ પર જઈને હરવિંદર શર્માની ધરપકડ કરી હતી ફાયરિંગ માટે વપરાઈ રહી રાઈફલ 30-35 વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

error: