માનવતાને શરમશાર કરતી ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. સુરેન્દ્રનગરના ભોયકા ગામમાં 77 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચારી મચી છે. ઘટના એવી છે કે મહિલાના મકાનમાં જ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ મકાનનાં નળિયા તોડી ઘરમાં ઘુસ્યો હતો. વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જો કે પોલીસે સમગ્ર ઘટનાની અંગે તપાસ હાથ ધરી છે.