Satya Tv News

બોલિવુડ ફિલ્મ ‘સનમ તેરી કસમ’બોક્સ ઓફિસ માટે કોઈ ગિફટ થી ઓછી નથી. 9 વર્ષ પહેલા આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ તો ફિલ્મ સનમ તેરી કસમ ફ્લોપ રહી હતી. હવે જ્યારે રી-રીલઝ કરવામાં આવી તો, ફિલ્મ સુપરહિટ બની ગઈ છે. 5માં દિવસે પણ આ ફિલ્મે શાનદાર બિઝનેસ કર્યો છે અને એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે.નવ વર્ષ પછી રિ રિલીઝ થયેલી હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની ‘સનમ તેરી કસમ’ કોઈ સરપ્રાઈઝ પેકેજથી ઓછી નથી.બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે.

જે ફિલ્મ 2016માં ફ્લોપ રહી હતી. તે આ વખતે વેલેન્ટાઈન ડે વીકમાં સારા એવા પૈસા કમાય રહી છે. મંગળવારના 5માં દિવસે પણ ફિલ્મે સારી કમાણી કરી છે. વર્ષ 2025માં પહેલી બોલિવુડ રિ રિલીઝ ફિલ્મ બની છે.રાધિકા રાવ અને વિનય સપ્રૂના ડાયરેક્શનમાં બનેલી સનમ તેરી કસમનું બજેટ 25 કરોડ રુપિયા છે. વર્ષ 2016માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી.ત્યારે બોક્સ ઓફિસ પર 9.10 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો પરંતુ 9 વર્ષ બાદ ફરીથી રિલીઝ થયા બાદ 5 દિવસમાં 21.75 કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે.આ પહેલા યે જવાની હૈ દિવાનીએ રી-રિલીઝ પર 26.25 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે સનમ તેરી કસમ પોતાના પહેલા અઠવાડિયામાં જ આ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે.

error: