
આથી આપ સૌને જણાવવાનું કે તારીખ 16/ 02/ 2025 ને રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા થવા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થવા ખાતે મીની હોસ્પિટલ ઊભી કરવામાં આવશે જેમાં તમામ પ્રકારના 15 ડોકટર હાજર રહેશે. તમામ દર્દીઓની મફત નિદાન ,સારવાર કરી દવાઓ આપવામાં આવશે. બ્લડ પ્રેશર, સુગર તપાસ,એક્સ રે વગેરે પણ અહીં જ લેવામાં આવશે. જે દર્દીઓ અહીં નોંધાશે અને ઓપરેશનની જરૂર હશે તો એમનું ઓપરેશન પણ મફત કરવામાં આવશે. આવનાર તમામ દર્દીઓ માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેથી વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે એવી વિનંતી.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડિયાપાડા