
દક્ષિણ ગુજરાતમાં ગરમીની શરૂઆત સાથે જ વીજ સંકટ સર્જાયું હતું. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બંધ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અંકલેશ્વર DGVCLના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, ઉકાઈ પાવર પ્લાન્ટ બંધ થવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ થઈ ગઈ હતી ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થયો હતો.વીજ કાપના કારણે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ગરમીથી ત્રસ્ત થયા હતો. અંકલેશ્વરના ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પર પણ અસર પડી હતી. જોકે, મોટાભાગના ઉદ્યોગોમાં જનરેટર અને બેકઅપની સુવિધા હોવાથી વધુ નુકસાન થયું નથી. અધિકારીઓના પ્રયાસોથી બે થી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પુનः શરૂ કરવામાં આવ્યો હતો.