ભરૂચના બોરભાઠા બેટની સીમમાં પ્રાથમિક અનુમાને તણખલું પડવાના કારણે ખેડૂતનો પાક બળીને ખાખ થઈ જતા ભારે નુકશાની વેઠવાનો વાળો આવ્યો છે
ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પાક નષ્ટ થવાથી ભારે નુકસાન થયું હતું અને આજે અચાનક બોરભાઠા બેટમાં ખેડૂતોનાં ખેતરોમાં આગ લાગી જતાં તેઓનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં તણખલું પડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે.
ખેતરમાં અચાનક આગનાં બનાવોમાં જાગૃત નાગરિકો જણાવે છે કે આ રીતે ખેતરમાં આગ લાગવી એક આશ્ચર્યજનક બાબત કહી શકાય છે, અહીં તણખલું ક્યાથી પડયું? કેવી રીતે પડયું? ખેતરમાં ત્યારે કોણ હતું? સહિતનાં સવાલો ખેતરમાં આગ લાગી કે લગાડવામાં આવી હોય તેવું વિચારવા મજબૂર કરે છે.
વિડિયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ