ભરૂચ શહેરના ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં નલ સે જલ યોજના હેઠળ પાણી યોજના અમલમાં મુકવામાં આવી હતી.જેમાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલની રજૂઆતના પગલે ૧૫.૫૩ કરોડ રૂપિયા ફાળવાતા ખુશહાલી છવાઇ હતી.
ભરૂચના ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં પાણી યોજના માટે ઇન્ટરનલ નેટવર્ક નહિ હોવાથી ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે મંત્રી રૂષિકેશ પટેલને રજુઆત કરી હતી. દુષ્યંત પટેલની રજુઆતને પ્રાધાન્ય આપી મંત્રી રૂષિકેશ પટેલે બંને ગામોમાં ઇન્ટરનલ નેટવર્ક ઉભું કરવા માટે કુલ 15.53 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ધારાસભ્ય દુષ્યંત પટેલ આ ઝડપી કામગીરી માટે રાજય સરકાર પ્રતિ આભારની લાગણી વ્યકત કરી છે.તો ભોલાવ અને ઝાડેશ્વરના રહિશોએ પણ ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલનો આભાર માન્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ