Satya Tv News

અંકલેશ્વરના તાલુકા પોલીસ મથક ખાતે GRD જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ
ત્રણ થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી
આવનાર સમયમાં રાયફલ સાથે બંદોબસ અર્થે સજ્જ કરવા અપાય ટ્રેનિંગ

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ત્રણથી પાંચ વર્ષ સુધી GRDમાં ફરજ બજાવેલ જવાનોને ચૂંટણી સહીત અન્ય સ્થળે બંદોબસ અર્થે રાયફલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે લઇ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે 25 જેટલા GRD જવાનો ઉત્સાહ પૂર્વક તાલીમ લેતા નજરે પડયા હતા.

YouTube player

ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે જે હેતુસર પોલીસ જવાન, ટીઆરબી જવાન, હોમગાર્ડ અને છેલ્લા ઘણા સમયથી GRD જવાનો પણ સેવા આપી રહ્યા છે. તેવાં કોરોના કાળમાં GRD જવાનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જી બાદ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આવનાર ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણી ધ્યાને લઇ ત્રણથી પાંચ વર્ષ જેટલો સમયગાળો GRDમાં વિતાવેલ જવાનોને રાયફલ ટ્રેનિંગ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના 25 જેટલા જવાનોને રાયફલ ટ્રેનિંગ આપવમાં આવી રહી છે. જેમાં GRD જવાનો ઉત્સાહ પૂર્વક રાયફલ ટ્રેનિંગ લેતા નજરે પડી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: