Satya Tv News

અંકલેશ્વર શહેરના ONGC ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બનતા બાઈક અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર શહેરના ONGC બ્રિજ પર સાંજના સુમારે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં ઇકો કર નંબર GJ 16 BG 5869 અને હોન્ડા સાઈન બાઈક નંબર GJ 16 DA 0533 વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સર્જાયેલ અકસ્માતને પગલે ONGC ઑફિસથી લઇ મહાવીર ટર્નિંગ અને ગડખોલના નવા બ્રિજ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ મોડે મોડે પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાની કવાયત હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: