Satya Tv News

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્વ એસોસિએશન પ્રમુખની કંપની શ્રી ગણેશ રેમેડીઝમાં સેફટીના અભાવે કેમિકલ દ્રમ ફાટતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોઠિયાની કંપની ગણેશ રેમેડીઝમાં પ્લાન્ટ નંબર 3માં સેફટીના અભાવે કામ કરતી વખતે અચાનક કેમિકલ ડ્રમ ફાટ્યું હતુ.જેને લઇ પ્લાન્ટમાં કામ કરતા કામદાર રામરતન મેઘનાથ મોર્ય ઉંમર વર્ષ 30 રહેવાસી ભરવાડ ફળિયું ખારોડનાઓ ગંભીર રીતે મોઢાના ભાગે, જમણી આંખે, બંને હાથે, ખભાના ભાગે તથા કમરના ભાગે ગંભીર રીતે કેમિકલ વડે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વાળું કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં નોંધનીય છે કે કંપનીમાં સેફટીના અભાવે કામ કરવામાં આવતું હોવાના કારણે સર્જાયેલ અકસ્માતમાં કામદાર ઝાડી ગયેલ હોવાની માહિતી સાંપડી રરહી છે. ત્યારે સેફટી અધિકારી કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: