અંકલેશ્વર તાલુકાના ટેલવા ગામના સરપંચ દ્વારા રોડ રસ્તા તેમજ ડ્રેનેજની પડતી હાલાકી મુદ્દે ONGCને રજૂઆત કરાવામાં આવી હતી જેમાં ONGCએ રોડ રસ્તા બનાવી આપવાની ખાતરી આપી હતી
અંકલેશ્વરના ટેલવા ગામ ખાતે સરપંચ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે જેમાં રોડ રસ્તા ,સ્ટ્રીટ લાઈટ ,પાણીં જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી છે.ONGC દ્વારા ગામ માં અગાઉ પણ CSR ફંડ માંથી અનેક કામો કરવામાં આવ્યા છે ,ટેલવા તેમજ આજુબાજુના ગામના લોકો ખેતી કરી પોતાનું જીવન ગુજારે છે પરંતુ ONGC ની ડ્રેનેજ સાફ ન હોવાતું સીમમાં પાણીનો ઘેરાવો થવાંના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે . ત્યાંના ઘેરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે અને એસિયાદ નગર થી ટેલવા સુધીના રસ્તા બનાવી આપવા માં આવે તેવી માંગ સાથે ગામના સરપંચ તેમજ રહીશો દ્વારા અગાઉ ONGCમાં રજૂઆત કરવામાં આવી હતી અને જો આ કામગીરી કરવામાં ન આવે તો ONGCનું કામ બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
સ્થાનિકોની રજૂઆત બાદ ONGC દ્વારા 10 કરોડના ખર્ચે એસિયાદ નગર થી ટેલવા સુધીના રસ્તા બનાવી આપવાની ખાતરી આપી હતી તેમજ ડ્રેનેજ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે 48 લાખ મજુર કરી કામ કરવાની બાંહેધરી આપી હતી
વધુમાં ટેલવા ગામ ના સરપંચ દ્વારા સ્થાનિક રોજગારી મુદ્દે સૌપ્રથમ ત્યાંના સ્થાનિકો ને રોજગારી માટે પ્રથમ પ્રાથમિકતા મળી રહે તે માટે પણ સરપંચ તેમજ સ્થાનિકો દ્વારા ONGCને રજૂઆત કરાવામાં આવી હતી આ મુદ્દે ONGC દ્વારા પ્રથમ પ્રાથમિકતા ત્યાંના સ્થાનિકો ને મળશે એવી ખાતરી આપી હતી
વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે નવાઝ શેખ સત્યા ટીવી અંકલેશ્વર