અંકલેશ્વર તાલુકાના મોતવણગામ નજીક આવેલ ઓએનજીસી ની વેલ સાઈટ ઉપર બ્રાઉન કોબ્રા ઘુસી ગયો હતો. જેને અંકલેશ્વરના જીવદયાપ્રેમી કાર્યકર્તાઓએ રેસ્ક્યું કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાના મોતવણગામ ખાતે આવેલ ઓએનજીસીની વેલ સાઇટના એક રૂમમાં બ્રાઉન કોબ્રા ઘુસી ગયો હતો જે અંગેની જાણ અંકલેશ્વરના જીવદયા પ્રેમી સંજય પટેલને કરાતા સાથી કાર્યકર્તાઓ સાથે દોડી આવી ભારે જહેમત બાદ અત્યંત ઝેરી એવા બ્રાઉન કોબ્રા નું રેસક્યું કરીને વનવિભાગને સોંપી દીધો હતો વનવિભાગ દ્વારા કોબ્રા સાપને સહીસલામત અનુકૂળ જગ્યાએ છોડી મુક્યો હતો
વીડિઓ જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર