Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપલા ચોકડી ઓવર બ્રિજ પાસે ટ્રફ ચાલકે ઉભી રહેલ બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જયારે અન્યોને નાની મોટી ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપલા ચોકડી પર ઓવર બ્રિજ પર ટ્રક નંબર RJ 50 GA 0377ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને પુરઝડપે હંકારી લાવી ઉભી રહેલ બસ નંબર GJ 14 Z 6363ને પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. ઘટનામાં ઉભી રહેલ બસમાં જોરદાર ટક્કર વાગતા બસ પિયુસ નામક મુસાફરને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનુ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. જયારે અન્ય અંદાજિત 5 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ શહેર પોલીસને થતા કુમક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી ટ્રક નંબર RJ 50 GA 0377ને કબ્જે લઇ તેના ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: