Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે માંડવા ગામેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે મળેલ બાતમીના આધારે માંડવા ગામે રોડ ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે પાકો મગન વસાવાના ઘરે દરોડા પાડયા હતા. જ્યાં પોલીસને ઘરની તલાસી લેતા ઘરમાંથી વિદેશી દારૂની ભારતીય બનાવટની આંઠ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 800ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગર પ્રકાશ વસાવાની અટકાયત કરી મુદ્દામાલ ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસનો દોર શરુ કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: