Satya Tv News

  • અંકલેશ્વર શહેરના કોંગ્રેસના આગેવાન પર બાઇક સવાર યુવાને કર્યો હુમલો
  • યુવાને હુમલો કરી ફરાર થઈ જવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી
  • બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી

અંકલેશ્વર શહેરના કોંગ્રેસના આગેવાન પર બાઇક સવાર યુવાને હુમલો કરી ફરાર થઈ જવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર શહેરમાં રહેતા ચેતન પટેલ કોંગ્રેસ પક્ષના આગેવાન છે જેઓ આજરોજ સવારે પોતાના ઘરેથી વીજ કચેરી ખાતે ગયા હતા જેઓ કામ પતાવી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આદર્શ સોસાયટી પાસે બાઇક સવારે તેઓની કાર સાથે અકસ્માત સર્જી તેઓ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેઓએ કાર્તિક ભ્રમભટ્ટ નામના યુવાન દ્વારા ગાડીનો કાચા તોડી ફરાર થઈ ગયો હોવા ઉપરાંત અવાર નવાર તેઓ ઉપર હુમલો કરાતો હોવાના પણ આક્ષેપ કર્યા છે બનાવ અંગે ચેતન પટેલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

વિડીયો જર્નાસ્લીટ ધર્મેન્દ પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: