ભરૂચ જિલ્લાના નવનિર્મિત જિલ્લા કલેક્ટરે આજે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિવિધ પ્રકલ્પો ની મુલાકાત લીધી હતી અને સામાજિક સમસ્યાઓ અને ભૌગોલીક પરિસ્થિતિને નિહાળી હતી અને તે પણ બુલેટ મોટરસાઇકલ ઉપર
:
ભરૂચ જિલ્લાના જિલ્લા કલેકટર તુષાર સુમેરા આજે બપોર બાદ અંકલેશ્વર ની મુલાકાત લીધી હતી અત્રેની લુપીન લિમિટેડ કંપની ખાતે આવી પહોંચેલા જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ કંપનીમાં ચાલતા ગ્રામ્ય વિસ્તારની યુવતીઓને અપાતી નર્સિંગના તાલીમ કેન્દ્ર શુભારંભ કર્યો હતો. બાદમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યાર બાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીની પાછળ બુલેટ મોટર સાયકલ પર સવાર થયા હતા અને અંકલેશ્વર જીઆઇડીસી વસાહતના વિવિધ માર્ગો પરથી પસાર થયા હતા તેમજ વસાહતના વિવિધ પમ્પીંગ સ્ટેશનો ઈટીપી પ્લાન્ટ સહિતના અન્ય પ્રકલ્પો ની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં એ.આઈ.એના પ્રમુખ રમેશ ગભાણી, ઉદ્યોગકારો તેમજ આમંત્રીતો અને લુપીન કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું આપની મુલાકાત બુલેટ મોટરસાઇકલ ઉપર કેમ ત્યારે તેઓ સહજતાથી પૂછ્યું કે સ્થાનિક પ્રશ્નોને બારીકાઈથી સમજવું હોય તો સામાન્ય નાગરિક તરીકે પરિભ્રમણ કરવું જરૂરી બને છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર