અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા ત્રણ અલગ અલગ સ્થળોએ અકસ્માત
બે મિત્રો ગડખોલ બ્રિજ ઉતરતા આઈશર ટેમ્પાએ અડફેટમાં લેતા 1નું મોત 1 ઘાયલ
GIDCમાં ટેન્કરે સાઇકલ સવાર મહિલાને અડફેટેમાં લેતા ઘટના સ્થળે મોત
RMPS સ્કૂલ પાસે એસ.ટી.બસના ચાલક બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત
અંકલેશ્વરમાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વરના બોરિદ્રા ગામના વસાવા ફળિયામાં રહેતો પ્રદીપ અરવિંદ વસાવા જી.આઈ.ડી.સી. રાલીશ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે જેઓ પોતાની બાઇક નંબર-જી.જે.16.સી.એલ.6959 લઈ પોતાના મિત્ર કેતન રાજેશ વસાવા નોકરી પર જય રહ્યા હતા તે દરમિયાન ગડખોલ બ્રિજ ઉતરતા ઑ.એન.જી.સી. ગેટ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ આઈશર ટેમ્પો નંબર-જી.જે.19.એક્ષ 4998ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કેતન વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું જ્યારે પ્રદીપ વસાવાને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
બીજી ઘટનામાં મૂળ નર્મદા જિલ્લાના અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સજાનંદ હોટલ પાછળ આવેલ રચનાનગર ખાતે ભાડાના મકાનમાં રહેતી 40 વર્ષીય ઊર્મિલાબેન જસવંતભાઈ વસાવા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગતરોજ સાંજે પોતાની સાઇકલ પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન જીવન ચોકડી નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર-જી.જે.16.એ.વી.5678ના ચાલકે સાઇકલ સવાર મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મહિલા માર્ગ પર પટકાતા તેના માથા પરથી ટેન્કરના તોતિંગ ટાયરો ફરી વળતા તેઓને ગંભીર ઇજાઓ ઘાટ ઘટના સ્થળે જ તેણીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે વધુ એક અકસ્માત અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર આવેલ આર.એમ.પી.એસ સ્કૂલ પાસેથી પસાર થતાં સંજય દિલીપભાઈ રાણા મિત્ર અનિલ હરિશંકર શ્રીગોડની બાઈકને પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ એસ.ટી.બસના ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર