Satya Tv News

14 હજારનો મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી થઈ ગયો ફરાર
ગઠિયા એઝાઝ બિલાલ શાહને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાંથી રાહદારીનો મોબાઈલ ઝૂટવી ફરાર થઈ ગયેલ ગઠિયાને શહેર પોલીસે જૂના કોસંબા ખાતેથી ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામમાં રહેતા લાલસીંગ કાંતિભાઈ બારોટ ગત તારીખ-24મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પલ્સર બાઇક લાઇનને આવેલ બે ગઠિયા લાલસીંગ બારોટના હાથમાં રહેલ 14 હજારનો મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પી.એસ.આઈ.નિલેષ નિનામાએ બાતમીના આધારે સુરતના જૂના કોસંબા તરસાલી વિસ્તારમાં રહેતા ગઠિયા એઝાઝ બિલાલ શાહને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: