Satya Tv News

અંકલેશ્વર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા લીપાપોથીનું કામ કરાતું નજરે પડયું

કાગડીવાડમાં આરસીસી રોડ પર થઇ રહ્યું ડામર રોડ ચોપડવાનું કામ

સ્થાનિક અને ભાજપ સભ્યનું એક જ વરસાદે રોડ ધોવાશેનું નિવેદન

શું આરસીસી રોડ પર ડામર રોડ ટકશે ખરો ? અને તે પણ કેટલો સમય ?

પાલિકાના ડેપ્યુટી એન્જીનીયરની મીડિયા સમક્ષ ચુપસી ઉભા કરે છે અનેક સવાલ

અંકલેશ્વર પાલિકાના અનેક વિસ્તારમાં હાલ વિકાસના કામો શરુ તો કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક સ્થળે કોન્ટ્રાકટર દ્વારા થુંક લગાડવાનું કામ કરવામાં આવતું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં કાગડીવાદ સહીત અનેક વિસ્તારોમા કોન્ટ્રાકટર દ્વારા આરસીસી રોડ પર ડામર રોડ પાઠવામાં આવી રહ્યો છે. જે અનેક આશંકા ઉપજાવી રહ્યો છે. તો તેમાં પણ પાલિકાના ડેપ્યુટી એન્જીનીયર ચુપસી અનેક સવાલો ઉભા કરી રહી છે.

અંકલેશ્વર નગર પાલિકા હવે વિકાસના રંગમાં રંગાય છે. અનેક ક્ષેત્રે ખુબ વિકાસ થઇ રહ્યો છે. તેવામાં હાલ સત્યા ટીવી સમક્ષ પાલિકા વિસ્તારના કાગડીવાડનો એવો વિકાસ નજરે પડયો કે દર્શકમિત્રો આપ પણ જોઈને અચંબિત થઇ જશો… વાત છે અંકલેશ્વર પાલિકાના કાગડીવાડમાં નિર્માણ પાણી રહેલા ડામર રોડની.. આ સ્થળે આ પહેલા પાલિકા તંત્ર દ્વારા આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. અને તેના પણ હવે મળતા અહેવાલ પ્રમાણે નીલકંઠ કન્ટ્રક્શન નામક કોન્ટ્રાકટર દ્વારા ડામર રોડ પાથરવામાં આવી રહ્યો છે. તેવામાં સવાલ એ ઉભા થાય કે શું આરસીસી રોડ પર ડામર રોડ ટકશે ખરો ? કારણ કે જો ટકતો તો તો મોટા મોટા બ્રિજ અને અને એલ. એન્ડ. ટી જેવી મોટી કંપનીઓ ટોલપ્લાઝા અને ઓવરબ્રિજ પર આરસીસી રોડ ના બનાવતી હોત. ખેર તમે જુવો આ મામલે ખુદ ભાજપના સભ્ય અને ત્યાંના જ સ્થાનિક રહીશે શું કહ્યું :

દર્શકમિત્રો આનાથી નહિ અટકતા મીડિયા દ્વારા આ મામલે પાલિકાના જ ડેપ્યુટી એન્જીનયર ને પૂછવામાં આવતા મુંઝવણમાં મુકાયા હતા. જાને કે તેઓને આ મળે કંઈક ખબર જ ના હોય. એ તો ઠીક પણ પોતાનું નામ અને હોદ્દો પણ બતાવવા આ ડેપ્યુટી એન્જીનીયર મુંઝવાયા હતા. જુવો આપ પણ …

અને હવે વાત કામ કરતા કોન્ટ્રાકટરના સુપરવાઇઝરની તેઓએ તો સીધું એમ જ કહી દીધું કે અમને તો પાલિકાએ કહ્યું એટલે અમે આરસીસી રોડ પર ડામર રોડ પાથરી રહ્યા છે. ગ્રાન્ટનું ટેન્ડર ભર્યું હતું કામ મળ્યું અને જેમ પાલિકા કહે તેમ અમારે કામ કરવાનું એટલે પૂછવાનું જ શું રહે સાંભળો તમે પણ ….

જોકે આ મામલે વિપક્ષ પણ ચુપસી કરતો નજરે પડયો છે.તેવામાં જો ત્રણ જ મહિનામાં આ રોડમાં ખાડા પડી જાય કે ધોવાણ થઇ જાય તો આનું જવાબદાર કોણ તેવા સવાલો હાલ ઉદભવી રહ્યા છે. પ્રજાના પૈસાને કોન્ટ્રકટર અને પાલિકા તંત્ર વેડફતું નજરે પડી રહ્યું છે. તેવી લોકચર્ચાએ હાલ તો જર પાક્યું છે.

વીડિય જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: