Satya Tv News

અંકલેશ્વર ત્રણ રસ્તા માર્કેટ ખાતે ગરીબ મહિલાઓની સાથે પાલિકાની ઉદ્ધતાઇ
ગરીબ વિધવા મહિલાઓને શાકભાજી વેંચતા પાલિકના ઈશારે પોલીસની હાકલ
પાલિકાને પૈસા આપીએ છતાં અમો ગરીબોને હટાવાય છે : શાકભાજી વિક્રેતા
બહારથી આવતા લોકો અંદર વેચાણ કરે અને ગામના હટાવાય છે. સ્થાનિક વિક્રેતા

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે ટોપલામાં શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતી વિધવા અને આસપાસના ગામની મહિલાઓને પાલિકાના ઈશારે પોલીસે હાંકલ કરી હતી. તેવામાં ગરીબ અને વિધવા મહિલાઓએ પાલિકાને પૈસા આપવા છતાં અમને ધંધો નથી કરવા દેતા અને બહારગામની આવેલ લોકોને છાવરવવામાં હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ટ્રાફિકના લઈને અનેક વખત વિવાદમાં આવ્યો છે. તેવામાં પાલિકા તંત્ર દ્વારા થોડાક સમય પહેલા લારી ગલ્લા ધારકોને હટાવવામાં માટે નોટીશ ફટકારવામાં આવી હતી. જે બાદ પાલિકા અને પોલીસની આપસી સમજણની થોડાક દિવસ ટ્રાફિકની સમસ્યાની રાહત જોવા મળતી હતી. તેવામાં આજદીને અચાનક પાલિકા તંત્ર દ્વારા પોલીસને વચ્ચે રાખી ટોપલામાં શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ સ્થાનિક અને વિધવા મહિલાઓને પોલીસ દ્વારા શાકભાજી નહિ વેચવા દેવામાં આવતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સાથે પાલિકાને પૈસા આપવા છતાં અમો સ્થાનિક ગરીબ વિધવા બહેનોને ગુજરાન નહિ ચલાવવા દઈ બહારના લોકોને અંદર જગ્યા આપી હોવાના પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વધુમાં વૈકલ્પિક જગ્યા આપી ઘરનું ગુજરાન ચલાવવા દેવા અપીલ પણ કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: