Satya Tv News

અંકલેશ્વરમાં કોરોના બેકાબુ બનતા પાલિકા તંત્ર એક્શન મોડમાં

નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા ખાતે માસ્ક ચેકીંગ હાથ ધરાયુ

માસ્ક વગર ફરતા લોકો પાસેથી વસૂલવા આવ્યો દંડ

અંકલેશ્વર પંથકમાં કોરોના બેકાબુ બનતા હવે પાલિકા તંત્ર એક્શનમોડમાં આવી ગયું છે. જ્યા શહેરી વિસ્તારમાં માસ્ક વગર ફરતા નગરજનો પાસેથી પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અંકલેશ્વર સહીત જિલ્લાભરમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. જેને લઇ હવે જિલ્લા વહીવટી તંત્ર સહીત અંકલેશ્વર પાલિકા તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં ભરૂચમાં 30, અંક્લેશ્વરમાં 16, વાલિયામાં 3 અને ઝઘડિયામાં 1 કેસ નોંધાયો હતો. તેવામાં દિનપ્રતિદિન કોરોના કહેર વધતા અંકલેશ્વર પાલિકાએ આજદીને નગરમાં માસ્ક વગર ફરતા નગરજનોને માસ્ક પહેવાની ફરજ પડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાલિકા ડિસ્પેન્સરી ઇન્સ્પેકટર રઘુવીરસિંહ મહિડા સહિતની ટીમે ત્રણ રસ્તા સર્કલ પર દંડનીય કાર્યવાહી કરતા નજરે પડયા હતા. સાથે નગરજનોને માસ્ક પહેરવા અને સોસીયલ ડિસટન્સ જાળવવા સહીત પાલિકાને સહકાર આપવા અપીલ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: