Satya Tv News

અંકલેશ્વરના ગડખોલમાં 181 મહિલા હેલ્પ લાઇન પર હુમલોનો મામલો

શહેર પોલીસે વધુ ત્રણ આરોપીઓની કરી ધરપકડ

ત્રણ યુવાનોએ 181ની ગાડી ઉપર હુમલો કરી કાચની કરી હતી તોડફોડ

અંકલેશ્વરના ગડખોલ ગામના મહેન્દ્ર નગર વિસ્તારમાં 181 મહિલા હેલ્પ લાઈનની ગાડી પર હુમલો કરવામાં મામલે શહેર પોલીસે વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના અંકલેશ્વરના ગડખોલમાં 181 મહિલા હેલ્પ લાઇનની ગાડી ઉપર હુમલો કરનારા તેમજ મહિલાને પરેશાન કરનારા વધુ ત્રણ આરોપીઓને શહેર પોલીસે ઝડપી પાડય હતા. ઘટના કંઈક એમ હતી કે ગત તારીખ 2જી ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર નગર ખાતે રહેતી મહિલાએ ત્રણ યુવાનોને ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખી રમેશ યાદવ, પ્રદીપ પાસી અને મોન્ટુ સહિત ચાર યુવાનોએ તેણીને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બાદમાં મહિલાએ 181 મહિલા અભયમ હેલ્પલાઇનને ફોન કરી જાણ કરી હતી.

જેને લઇ 181 મહિલા અભયમ હેલ્પ લાઇનના મહિલા કાઉન્સિલર સ્મિતાબેન ચાવડા અને તેમની ટીમ મહિલાના ઘરે જઈ મહિલાનું કાઉન્સિલિંગ કરી રહ્યા હતા અને તેઓએ પકડી પાડેલા ત્રણ પૈકી મોન્ટુ નામના યુવાનને લઈ 181ની ગાડી તરફ જતાં હતા, તે દરમિયાન પકડાયેલા ઈસમ સહિતના અન્ય ત્રણ યુવાનોએ 181 હેલ્પ લાઇનની ગાડી ઉપર હુમલો કરી કાચની તોડફોડ કરી હતી. ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

જેમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપી પ્રદીપ પાસી, અમન યાદવ અને રમેશ યાદવને શહેર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: