Satya Tv News

અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ નોબલ માર્કેટ સ્થિત ગ્રીન પાર્ક સોસાયટીમાંથી એસી.રીપેરીંગનો સામાન ભરેલ ઇક્કો ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ નોબલ માર્કેટ સ્થિત ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મહતાબ આલમ આફતાબ ખાન એસી રીપેરીંગનું કામ કરે છે જેઓએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.16.સી.એચ.2995 ગત તારીખ-5મી જાન્યુઆરીના રોજ પોતાના ઘર પાસે એસીના રીપેરીંગ સામાન સાથે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારમાં રહેલ એસી.માં ગેસ ભરવાના ચાર સિલિન્ડર અને કાર મળી કુલ 2.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વાહન ચોરી અંગે જી.આઇ.ડી.સી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: