Satya Tv News

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સાઇકલ સવારને ટેન્કર ચાલકે અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતો 45 વર્ષીય સભાજીત મોતીલાલ શર્મા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એશિયન પેઇન્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે જે ગતરોજ બપોરે પોતાની સાઇકલ લઈ નોકરી પરથી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટલ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટેન્કર ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સભાજીત શર્માને 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: