Satya Tv News

અંકલેશ્વરની મયુર હોટલ પાછળ આવેલ ચામુંડા એન્જીનીરિંગ સામે નજીવા મુદ્દે ચાર ઈસમોએ બે યુવાનોને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વરના હવા મહેલ વિસ્તારમાં આવેલ ઇરો બિલ્ડીંગમાં રહેતા સોહેલ હનીફખાન પઠાણ અને તેનો મિત્ર ઇનાયત ઇસ્માઇલ પઠાણ આશીર્વાદ હોટલ નજીક આવેલ એપલ પાન સેન્ટર ખાતે ચા પીવા ગયા હતા તે વેળા બને યુવાનો હસતા હસતા વાતો કરતા હતા આ સમયે નફિસ શાહ તેઓ પાસે આવી કેમ અમને જોઈને હશો છો તેમ કહેતા બંને યુવાનો ત્યાંથી જતા રહ્યા હતા અને અંકલેશ્વરની મયુર હોટલ પાછળ આવેલ ચામુંડા એન્જીનીરિંગ સામે ઉભા હતા તે દરમિયાન રજજન શાહ,અરબાઝ પઠાણ,નદીમ શાહ,નફિસ શાહ ત્યાં આવી ગયા હતા અને ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી સોહેલ પઠાણ અને ઇનાયત પઠાણને માર માર્યો હતો ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: