Satya Tv News

માહ્યાવંશી યુવક મંડળ સજોદ દ્વારા માહ્યાવંશી ક્રિકેટ લીગ-2 ,2021નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અને સુરત જિલ્લાની 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.માહ્યાવંશી સમાજના યુવાનોમાં પ્રેમભાવ બની રહે અને એકતા જળવાય રહે એ હેતુ થી આ ક્રિક્ર્ટ લીગનું આયોઅજના કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ રવિવારના રોજ એન.એ ઇલેવન અંદાડા અને વિધિ વોરિયર્સ પાનોલી વચ્ચે દેવકા ગ્રાઉન્ડ સજોદ ખાતે યોજાઈ હતી .બે ટિમો વચ્ચે રસાકસી બાદ એન.એ ઇલેવન અંદાડાનો ભવ્ય વિજય થયો હતો જેમાં ફાઇનલ ટીમને ટ્રોફી એનાયત સાથે 22 હાજર રોકડા ઇનામ આપવામાં આવ્યું હતું જયારે પરાજિત થયેલ ટીમને રનર્સ અપ ટ્રોફી એનાયત કરી 11 હાજર રોકડા ઇનામ આપવામાં આવ્યું હતું

આ મેચમાં રાકેશ નીનાતે 40 બોલમાં 63 રન કરી મેન ઓફ ધ મેચ રહ્યા હતા સાથે એન.એ ઇલેવનના સુકાની પ્રતીક પરમારે પોતાની ટીમે લીડ કરી ફાઇનલ સુધી પોહચાડી જીત મેળવી હતી તેમજ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ચંદ્રકાન્ત પરમાર તેમજ દરેક પ્લેયરોએ ખુબ સારી મેહનત કરી ફાઇનલ મેચ ખેલદિલી સાથે રમી ટ્રોફી ટીમને નામ કરી હતી આ ટુર્નામેન્ટ માં મુખ્ય મેહમાન તરીકે માધવ એન્ટરપ્રાઇઝ ના ધર્મેશ મકવાણા ,માહ્યાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વરના ઠાકોરભાઈ પરમાર,ભાવિનભાઈ પી.જે એન્ટરપ્રાઇઝ કોસંબા ,જિલ્લા પંચાયત સભ્ય કિરીટ પરમાર અંદાડા તેમજ દરેક ટીમના સ્પોન્સર અને આઇકોન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માહ્યાવંશી યુવક મંડળ સજોદ દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ખેલાડી, સ્પોન્સર, આઇકોનનો આભાર માન્યો હતો

જર્નાલિસ્ટ સુનિલ પરમાર અંકલેશ્વર

Created with Snap
error: