દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ 9,692 નોંધાયા છે.
દેશમાં કોરોનાના કેસ માં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,47,000થી વધારે કેસ સામે આવ્યા છે. ગુરૂવારના મુકાબલે 29,722 વધારે કેસ સામે આવ્યા છે. ગુરૂવારે દેશમાં કોરોનાના 3,17,532 કેસ સામે આવ્યા હતા. હાલમાં એક્ટિવ સંખ્યાની વાત કરીએ તો તે આંકડો 20 લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ આ વાઈરસના કારણે અત્યાર સુધી 4,88,396 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં તેની સંખ્યા હવે 10 હજારની નજીક પહોંચી ચૂકી છે.