Satya Tv News

ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજા તથા તેમના પત્નીને ભારે મોટો આઘાત પહોંચ્યો છે. રેમો ડિસૂજાની પત્નીના ભાઈ એટલે કે તેમના સાળા જૈસન વાટકિંસે આત્મહત્યા કરી લીધી છે. 48 વર્ષીય જૈસન વાટકિંસનો મૃતદેહ તેમના મુંબઈ ખાતેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. 

મુંબઈ પોલીસ તરફથી મળતા અહેવાલ પ્રમાણે રેમો ડિસૂજાના સાળા જૈસનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ જૈસન મુંબઈના મિલ્લત નગરમાં રહેતો હતો અને તેણે પોતાના ઘરે ફાંસો લગાવી લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

રેમોની પત્ની લિજેલ ડિસૂજાના ભાઈ જૈસને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી તેની તબિયત ખરાબ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. 

લિજેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાઈની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, ‘કેમ? તેં મારા સાથે આવું શા માટે કર્યું. આ માટે હું તને કદી માફ નહીં કરૂં.’

રેમો ડિસોઝાની પત્ની લિજેલ રેમો ડિસોઝાએ સોશિયલ મીડિયા પર આ વાતનો ઉલ્લેખ કરતા કેટલાક ફોટા શેર કર્યા છે. તેણે પોસ્ટ કરતા લખ્યું કે તેનો ભાઈ હવે આ દુનિયામાં નથી. પોતાના ભાઈ જેસનની તસવીરો શેર કરતા તેણે લખ્યું- કેમ? તમે મારી સાથે આવું કેમ કર્યું? હું તને ક્યારેય માફ નહીં કરું.’

error: