અંકલેશ્વરના જુના દિવા અને જૂના બોરભાઠા ગામ વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ બનાવ્યું નિશાન
કોપર કોઈલ અને ઓઇલ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલની ચોરી
વીજ કંપનીના અધિકારીએ શહેર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ
અંકલેશ્વરના જુના દિવા અને જૂના બોરભાઠા ગામની સીમમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ નિશાન બનાવી કોપર કોઈલ અને ઓઇલ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના જુના દિવા ગામની સીમમાં કલ્પેશ ભીખ ખૂંટનું ખેતર આવેલું છે જે ખેતરમાં તેઓએ ખેતીવાડી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનું વીજ ટ્રાન્સફોર્મર મુકાવ્યું છે જે વીજ ટ્રાન્સફોર્મરને વીજ ચોરોએ નિશાન બનાવ્યું હતું અને કોપર ઓઇલ,સ્તડ મળી કુલ 45 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જ્યારે આવી જ રીતે જુના બોરભાઠા ગામની સીમમાં લગાવેલ 6 જેટલા વીજ ટ્રાન્સફોર્મરોને નિશાન બનાવ્યા હતા અને ઓઇલ ઢોળી, સ્તડ તેમજ કોપર કોઈલ મળી કુલ 2.05 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે વીજ કંપનીના અધિકારીએ શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
જર્નાસ્લીટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર