Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે દારૂના જથ્થો કર્યો કબ્જે
જી.આઈ.ડી.સી પોલીસે એક ઇસમની કરી ધરપકડ
પાંચ નંગ બોટલ સાથે 9 હજારનો મુદ્દામાલ કબ્જે


અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે લુપીન કંપનીના ગેટ પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો


અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં લુપીન કંપનીના ગેટ પાસે ઉભેલ ટ્રક નંબર-જી.જે.16.ઝેડ.5660માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની પાંચ નંગ બોટલ મળી 9 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ તાપી હોટલ સ્થિત સુપ્રીમ કાર્ગો મુવરજ ખાતે રહેતા કંચન સુખરાજ પાલને ઝડપી પાડ્યો હતો જેને વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ જથ્થો અલી હુસેનને આપવાનો હોવાનું જણાવ્યું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: