અંકલેશ્વર મોદી નગરમાં પ્રાથમિક શાળાની છત પડતાં દોડધામ
મહિલા કર્મચારીને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઇ
શાળાના કોમ્પ્યુટર સહિત સામાનને પણ નુકશાન
તંત્રની લાપરવાહીના કારણે બની ઘટના
સદનસીબે શાળામાં કોઈ નહીં રહેતા મોટી જાનહાની તળી
અંકલેશ્વર શહેર પાલિકા સંચાલિત મોદી નગરની સરકારી શાળાની છત પડતા મહિલા કર્મચારીને ઇજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર નગરના મોદી નગર ખાતે આવેલ મોદી નગર મિશ્ર શાળા નંબર 18ની સરકારી શાળાની છત નીચે પડતા શાળામાં કામ કરતી મહિલા કર્મચારીને નાની મોટી ઇજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અચાનક સર્જાયેલ ઘટનાને પગલે સરકારી તંત્ર અને આસપાસના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે શાળામાં બાળકો અને વધુ શિક્ષકો હજાર નહીં રહેતા મોટી દુર્ઘટના ઘટતા અટકી જવા પામી હતી. પરંતુ હવે તંત્ર આવી જર્જરિત શાળાઓને વહેલી તકે સમારકામ કરાવે તે જરૂરી બનવા પામ્યું છે.
વિડીયો જર્નલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર.